About Me

My photo
Im a person full of possibilities. Eager to learn almost everything meant to learn. living the life to its limits...

Monday 26 March 2012

The Saintly Voices - Akha Bhagat.(Soni)



 ગુજરાતના મહાન ચિત્રકાર શ્રી રવિશંકર રાવળ કૃત અખા ભગત (સોની) નું ચિત્ર.  

અખાનો જીવનકાળ મુઘલ સુશાશન ગુજરાતનો સુવર્ણ સમય હતો. આ સલ્તનતના સમયના ત્રણ મહાન સાહિત્યકારોમાં અખાનું સ્થાન હતું. અખો - અખા ભગતનાં નામે પણ ઓળખાય છે તેનું મૂળ નામ અખેરામ હતું. અખાનો જન્મ ગુજરાતના અમદાવાદ ની દક્ષિણે આવેલા જેતલપુરમાં ઈ.સં. ૧૫૯૧ સોની રહીયાદાસનાં ઘરે થયો હતો. અખો જન્મે અને વ્યવસાયે સોની હતો તે પંદર સોળ વર્ષની વયે પિતા તેના બે ભાઈઓ ગંગારામ , ધામસી અને એક બહેન સાથે વ્યવસાયઅર્થે જેતલપુરથી અમદાવાદના ખાડીયાના દેસાઈની પોળમાં આવીનીને વસ્યો હતો.  


અખાનું કૌટુંબીક જીવન ઘણું સંઘર્ષ ભર્યું હતું બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી અને ઓગણીશ વર્ષે પિતા સ્વર્ગવાસ પામ્યા. ટૂંક સમયમાં એકની એક બહેન મૃત્યુ પામી. બાળવયે લગ્ન કર્યા હતા તે પત્નીનું યુવાનવયે મૃત્યુ થયું ત્યારબાદ અખાએ બીજા લગ્ન કર્યા 


જહાંગીરના સમયની અમદાવાદની એક સરકારી ટંકશાળમાં અખાએ જે ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો તે સાબિત કરે છે કે તેના માં વ્યવસાયિક અને વ્યવહારિક કુશળતાઓ ઘણી હતી ત્યાં કોઈએ રાવ કરીકે અખો સોનાના સિક્કામાં ભેળસેળ કરે છે એટેલે અખાને જેલની સજા થય જોકે પાછળથી અખો નિર્દોષ છુટ્યો. 


અખાએ એક ધર્મની બહેન માનેલી હતી એ બહેને અખાને ત્યાં ત્રણસો રૂપિયા રાખેલા તેણે અખાને એક સોનાની કંઠી બનાવી આપવા કહેલું અખો કુશળ કરીગર તો હતોજ તેને બહેન પ્રત્યે ભાવ હતો આથી અખાએ ગાંઠના સો રૂપિયા ઉમેરી સારી કંઠી કરી આપી પણ કોઈકે ધર્મની નાં મનમાં ઘાલ્યો કે સોની નો શું વિશ્વાસ? એટલે તેણે બીજ સોની પાસે કપ મુકાવ્યો સોનું સાચું નીકળ્યું બાઈ પસ્તાય તેણે પાછુ સોનીને કાપ સરખો કરી આપવા કહ્યું પણ અખા જેવા કુશળ કારીગરે કરેલ કંઠી પર નો કાપ સરખો થયો નહી આથી બાઈ પાછી કંઠી લઈ અખા પાસે ગય ત્યાં અખાએ કળથી બાઈ પાસેથી બધી વાત કાઢાવી લીધી આ સાંભળી અખાને ખુબ દુખ થયું જીવનના આવા પ્રસંગોનાં કરને અખાણે સંસાર પરથી વિશ્વાસ ઉઠી ગયો. 


સંસારનાં આ અવિશ્વાસ અને સ્વાર્થની પ્રગટેલી આગથી અખાને સમાજ અને વ્યવસાય પરથી મન ઉઠી ગયુ. આથી આખાએ એકવાર સોનીકામનાં બધા ઓજારો એક કુવામાં ફેકી દીધા અને અનંત જ્ઞાનની તલાશમાં નીકળી પડ્યો. અખો બહુ ભણેલો નહી પણ ભારતભરમાં ભ્રમણ કરી આખો અલગ અલગ સંપ્રદાયોથી સારો એવો પરિચિત થયેલો. એ તેમને રચેલા વિપુલ સાહિત્ય રચનાઓ પરથી સિદ્ધ થાય છે. અખો એકધર્મી નહોતો અને મૂર્તિ પૂજા અવતારો માં માનતો નહિ બલકે તે એક મધ્યકાલીન યુગનો સમાજ સુધારક અને બધાજ સમ્પ્રદાયોને જોડનારો સમન્વયવાદી અને એકેશ્વરવાદી  હતો. કવિ દલપતરામ મૂર્તિ પૂજામાં માનનારા સ્વામીનારાયણ સંપ્રદાયનાં ચુસ્ત અનુયાની હોવા છતાં તેણે અખાની પ્રશંસા કરી છે. 


અખો કુળધર્મે વૈષ્ણવ હતો તેથી ગોકુલધામ જઈ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે એણે દીક્ષા લીધી આ ગુરુ ઢોંગી નીકળતા અખો કહે.


"ગુરુ કીધા મેં ગોકુલનાથ, 
ઘરડા બળદને ઘાલી નાથ, 
ધન લે ને ધોકો નવ હરે, 
એ ગુરુ કલ્યાણ શું કરે ?"  

ત્યાંથી ચાલી નીકળી અખો અનંત જ્ઞાનની તરસ છીપાવવા કાશીનાં વેદવિદ્ બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય થવા ગયો. બ્રહ્માનંદ સ્વામી ગુફામાં રહેતા ત્યાં ગુફાની પ્રવેશ દ્વાર પર એક મોટો પથ્થર હતો પણ અખો ત્યાજ ગુરુજી ની પ્રતીક્ષા કરતો રહ્યો અંતે ગુરુજી અખાની જ્ઞાન પિપાસાથી પ્રસ્સન થઈ બહાર આવી શિષ્ય તરકે સ્વીકાર કરીને વેદાન્ત વિદ્યાનું જ્ઞાન આપ્યું આમ અખાને વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિનાં સમન્વય અને ઊંડી સાધના થી આત્મજ્ઞાન થયું અને અને મુખમાં સરસ્વતી બિરાજમાન થયા ને વાણી ખીલી. આ સાથે અખાએ છપ્પા લખવાનું ચાબખા મારવાનું શરુ કર્યું. અખાની બધીજ રચનાઓ મુખ્યત્વે સમાજમાં રહેલા અવિશ્વાસ, આડંબર, ઢોંગીઓ, ઠગબાજી પ્રત્યેનો તિરસ્કાર દર્શાવે છે. અખાએ સમાજને સમાજમાં રહેલા આડંબર, ઠગબાજી ખુબજ સરસ રીતે જીણવટ ભર્યા દાખલાઓ, પ્રસંગો વર્ણવીને શિખામણ આપી છે. તેમની રચનાઓ ઉપહાસ, હાસ્ય અને કટાક્ષથી ભરપુર હોય છે. આથી અખાની લખવાની સીધી સાદી છટા ગુજરાતી સાહિત્ય જગતમાં ખુબજ પ્રશંસનીય અને પ્રખ્યાત છે. અખાએ તેના જીવનકાળ દરમિયાન કુલ ૭૪૬ છપ્પાની રચના કરેલ છે. તેમની કેટલીક પ્રચલિત રચનાઓ 

અખાજીના સોરઠા 
અખાના છપ્પા 
અખાના પદ 
અખેગીતા 
અનુભવ બિંદુ 
કૈવલ્યગીતા 
ગુરૂ શિષ્ય સંવાદ 
ચિત્ત વિચાર સંવાદ 
પંચીકરણ 
બ્રહ્મલીલા 
સંતપ્રિયા 
છપ્પા 

"ભાષાને શું વળગે ભૂર ? 
જે રણમાં જીતે તે શુર, 
સંસ્કૃત બોલે તે શું થયું? 
કાંઈ પકૃતથી નાસી ગયું ?"  

"બ્રહ્માણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર, 
એ હરિનો પિંડ અખા કોણ ક્ષુદ્ર ? 
અખે રામ એવો ઓળખ્યો, 
જે કાગળમેશ ન જાયે લખ્યો."
 
"તિલક કરતા ત્રેપન થયાં, 
જપમાલાના નાકાં ગયાં, 
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, 
તોય ન પોહોશો હારીને શરણ." 


"એક મૂરખને એવી ટેવ 
પથ્થર એટલા પૂજે દેવ 
પાણી દેખી કરે સ્નાન 
તુલસી દેખી તોડે પાન. 
એ અખા બહુ ઉતપાત 
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?"  


Akha Bhagats Statue in Desai Pol




English Translation

Akha Bhagat was one of the greatest bhakti poets of Gujarat during the 17th century. His main work of action was in the Khadia locality of Ahmedabad. Akha was a goldsmith by caste and one of the three sons Kahandas. Akha’s ancestors had come from a village called Srimala, located near the border of Rajasthan. Therefore his clan is also known as Srimali Soni. However, Akha’s birth place was Jetalpur, a small village near Ahmedabad. Akha with his father and sister had come to Ahmedabad to earn livelihood as goldsmiths. In Ahmedabad they settled in Desai ni Pol in Khadia. Akha had lost his mother in his childhood and his father died when he was twenty years old. Luck did not favour him as his lost both his first and second wife during his youth.

Akha was a great soul, compassionate and trustworthy. He had a great reputation as a goldsmith in the tanksal (the Mughal mint) during the time of the Emperor Jahangir.
Two incidents had considerable impact in his life. On his neighbourhood lived a young lady called Jamunaben to whom Akha treated as his own sister. Once Jamunaben asked Akha to make a necklace for her and gave him three hundred rupees. Akha was very happy to make it and out of love added another hundred rupees to make it more beautiful. Yet when he finished it making and offered to Jamunaben he was greatly disappointed due to her doubt about the mixing of poor quality gold.

Akha was very hurt about his sister’s doubt towards him.
In another incident...Akha was one of the heads of the mint and was in charge of making gold coins. His associates were jealous of him and complained to the mint head against Akha as mixing poor quality material while making coins. He was however proved innocent.
These two events were turning points in his life. He threw all his instruments and tools in the well. Akha then left home in search of a real guru for seeking guidance. He could not find a proper guru in Ahmedabad and therefore wandered in Gokul, Mathura and Kashi. But everywhere he was disappointed as the gurus he met had so much of vested interest. He donated all his saving for genuine causes. His soul became more enlightened. He wrote: “for long time I was crying, so all of a sudden god erupted”.

Akha was known for his poetries to enlighten the society which had become worst during his time. Akha attacked social mores with a vengeance fearlessly lashed out at mindless rituals, ridiculed the system in his unique style immortalised as the ‘chhappa’. Nothing escaped his attack – from the religious gurus to the caste system of prevailing condition. He ridiculed them all with his satire. 

One such example is:
A girl born in the house of an untouchable, marries a Brahmin andVaishnav;They enjoy sex with her round the yearYet they follow the rules of untouchability very strictlyThe style of his writing was simple and easy to follow for a common man. He had voiced against the hypocrisy in the society.

There is no other one like Akha in the five hundred years history of Gujarati literature. Like jewellery, his poems were full of aesthetics.

Today, thanks to the effort by the heritage cell of Ahmedabad Municipal Corporation, a beautiful sculpture of Akha is erected at Desai ni Pol, and its surrounding is named after him – Akha Bhagat ni Chowk. His 12th generation descendents live opposite to the statue in Desai ni pol.
 



No comments:

Post a Comment